Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સસ્પેન્ડ કરાયેલા IAS ગૌરવ દહિયાને પોલીસની ક્લિનચીટ

લીનુ પ્રેમ પ્રકરણમાં દહિયાને મોટી રાહત થઇ : સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણથી દિલ્હી પોલીસની ક્લીનચીટ : સસ્પેન્શન રદ કરવા અંગે ટૂંકમાં નિર્ણય થશે

અમદાવાદ, તા. ૮ : સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે ક્લિનચીટ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. તો આ સમગ્ર પ્રકરણમાં બાળકી પણ દહિયાની ન હોવાનું અને મહિલા પરિણીત હોવાની વાત સામે આવી રહી છે. દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો અને ત્યારબાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બાળકી દહિયાની નહી હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોપ લગાવનાર લીનુસિંહ પરિણીત હોવાનો ખુલાસો થયો છે. જ્યારે દિલ્હી પોલીસના રિપોર્ટ મળ્યા બાદ ગૌરવ દહિયાનું સસ્પેશન રદ્દ કરવું કે નહીં તેનો જીએડી નિર્ણય લેશે. આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી હોવાની વિગતો સામે આવી છે.

                  જે અંગે ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, મને દિલ્હી પોલીસ તરફથી ક્લિનચીટ મળી ગઇ છે તેમજ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર મને ક્લિનચીટ મળી છે. આ અંગે મને દિલ્હી ડીસીપી કક્ષાના અધિકારી તરફથી જાણ થઇ છે અને તેના કાગળ પણ મારી પાસે આવી ગયા છે. આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઈએએસ દહિયા સામે દિલ્હીની મહિલાએ સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. મહિલાએ તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. સામે પક્ષે દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં જૂનમાં અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી. આઈએએસ દહિયાએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફેસબુકના માધ્યમથી ૨૦૧૭માં તેઓ દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

                      મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. બન્ને વચ્ચે દિલ્હીમાં ૨૦૧૮માં રૂરૂ પ્રથમ મુલાકાત થઈ અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંહે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈ મુજબ, સંબંધો રાખ્યા ન હોવા છતાં પણ લીનુસિંહે અવાર નવાર ગેરવ્યાજબી માંગણીઓ કરી તેમજ ધમકીઓ આપી હતી. ગૌરવ દહિયાના આક્ષેપ મુજબ, તેને હનીટ્રેપમાં ફસાવીને લીનુસિંહ આર્થિક લાભ મેળવી રહી છે. ભૂતકાળમાં પણ અનેકવાર રૂપિયા આપવા છતાં લીનુ હાલમાં પણ મોટી રકમની માંગ કરી રહી છે. જેથી તેની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે ગૌરવ દહિયાએ ગાંધીનગર ખાતે સેક્ટર- પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જો કે, હવે દિલ્હી પોલીસની તપાસમાં દહિયાને કલીનચિટ મળતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.

(7:42 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST