Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

આણંદ એસઓજીએ બાતમીના આધારે તારાપુરથી-ધર્મજ ચોકડી નજીક વોચ ગોઠવીને 7.24 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી: પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

આણંદ: એસઓજીની ટીમે આજે બાતમીના આધારે તારાપુરથી ધર્મજ ચોકડી તરફે જવા માર્ગ પર વોચ ગોઠવીને .ર૪ લાખના દારૂ સાથે બે વ્યકિતઓની અટકાયત કરી હતી. તારાપુર પોલીસે પ્રોહિબિશનનો ગૂનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
              પ્રાપ્ત વિગતોમાં એસઓજીની ટીમ તારાપુર ચોકડીએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તારાપુરના દેવજી ફળિયામાં રહેતા નગીન છોટાભાઇ પરમારના ઘર આગળથી આઇસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ખેડા તરફ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આથી બાતમીના આધારે એસઓજીની ટીમે તારાપુરથી ધર્મજ ચોકડી તરફ જતા રોડથી તારાપુર દેવજી ફળિયા તરફના વળાંકે વોચ ગોઠવી હતી.

(5:37 pm IST)
  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST