Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લગ્નની ખરીદી માટે મુંબઈ જતા પરિવારનો પીછો કરી બુકાનીધારીએ રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં સવાર યુવતીનું પર્સ સેરવી લીધું: રીક્ષા પલ્ટી ખાતા ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત:લગ્નની ખરીદી માટે મુંબઈ જવા માટે મજુરાગેટ થી સુરત રેલ્વે સ્ટેશન રિક્ષામાં બેસીને જોઈ લીધી યુવતીનું પર્સ ઝૂંટવીને બુકાનીધારી બાઈક સવારનો પીછો કરવામાં રીક્ષા પલ્ટી થતા સંઘવી પરિવારનાં સભ્યો અને રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઇ હતી.

નવી સીવીલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ સગરામપુરામાં રહેતી 22 વર્ષીય પ્રેજ્ઞા સંઘવી ના લગ્ન આગામી 19મી નવેમ્બરના રોજ થવાના છે. જેથી તે તેનો 20 વર્ષીય ભાઈ મનન અને બહેન દ્રષ્ટિ (.. 18) સાથે આજે સવારે કપડા સહિતની ખરીદી કરવા માટે મુંબઈ જવા નીકળ્યા હતા. જેથી ત્યાંથી પસાર થતા લોકો તરત એકત્ર થઇ ગયા હતા રીક્ષા નીચે દબાયેલા ત્રણેય ભાઈ-બહેનો બહાર કાઢ્યા હતા અને ત્રણે ભાઈ-બહેન સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે અકસ્માતમાં રીક્ષા ચાલક અને ત્રણ ભાઈ બહેનોને નાની-મોટી ઈજા થઈ હતી.

(5:35 pm IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST