Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સુરત: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે 3 લાખ એકરમાં પાણી ફરી વળ્યું:ડાંગરના પાકને નુકશાન: ખેડૂતોને 200 કરોડનું નુકશાન

સુરત:મહા વાવાઝોડુ તો ટળી ગયુ છે, પરંતુ તેના કારણે જે વરસાદ વરસ્યો છે. તે વરસાદની સાથે ખેતરો પાણીથી તરબોળ થઇ જતા ડાંગરનો પાક પાણીમાં પલળી જતા દક્ષિણ ગુજરાતમાં 3 લાખ એકર જમીનમાં ઉભા પાકને નુકસાન થતા ખેડુતોને અંદાજે રૃા.200 કરોડનો ફટકો પડયો હોવાનું જાણવા મળ્યુ છે.


વર્ષે ડાંગરના પાકને માફકસર આવે તેવો વરસાદ ઝીંકાતા ખેડુતો ખુશ હતા કે વર્ષે તો ડાંગરનુ વિપુલ ઉત્પાદન થશે. તો ચોમાસાની ઋતુ સંપન્ન થઇને ડાંગરનો પાક લેવા માટે તૈયાર થતા ખેડુતોએ કાપણી માટે આયોજન પણ શરૃ કરી દીધુ હતુ. મજુરો પણ નક્કી કરી દેવાયા હતા. અને કાપણી પણ શરૃ થઇ ગઇ હતી. પરતુ દિવાળીના તહેવારની સાથે વરસાદ પણ શરૃ થતા ખેડુતોની ચિંતા વધી ગઇ હતી. શરૃઆતમાં થોડો વરસાદ ઝીંકાયો હતો. પરંતુ છેલ્લા અઠવાડિયામાં સતત વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક ને નુકસાન શરૃ થઇ ગયુ હતુ. કેટલાક ખેતરોમાં તો ડાંગરનો પાક જમીન દોસ્ત થઇ ગયો હતો. તો કેટલાક ખેતરોમાં તો પાણી ભરાતા ડાંગરનો પાક નીચે પડવાની સાથે ફંળગાવા પણ માંડતા ખેડુતોની ચિંતા વધી ગઇ હતી.

(5:30 pm IST)