Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સુરતમાં રોગચાળો વકર્યો: એક મહિનામાં ડેન્ગ્યૂનાં 800 કેસ નોંધાયા : હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

મેલેરિયાનાં 501 અને તાવનાં 350 કેસ નોંધાયા

સુરત શહેરમાં પણ રોગચાળોનો કહેર યથાવત છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. વાવાઝોડાની અસરનાં પગલે શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા, વાયરલ ઈન્ફેક્શન જેવા કેસોમાં વધારો નોંધાયો છે.

   સુરતમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યૂનાં 800થી વધુ કેસ નોંધાયા હતા. તો મેલેરિયાનાં 501 અને તાવનાં 350 કેસ નોંધાયા છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં હવે બેડ ખૂટી પડ્યા છે. જેના કારણે દર્દીઓને જમીન પર સુવડાવવાની ફરજ પડી હતી. મળી રહેલી માહિતી મુજબ સિવિલમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક પલંગ પર બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

(2:11 pm IST)