Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સિનીયર આઇએએસ પ્રેમકુમાર ગેરા સાથે ઠગાઇનો મામલોઃ ઠગ ટોળકી ઝારખંડની નિકળી

સાયબર માફીયા ગેંગને ઝડપવા ખાસ ટીમો ઝારખંડ જવા રવાનાઃ ઠગ ટોળકી ઝડપાયે લાખો રૂપીયાની છેતરપીંડીની વિગતો ખુલવાની સંભાવના : વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સાઇબર સેલના એસીપી ભરત રાઠોડની મદદથી ગણત્રીની કલાકોમાં અશકયને શકય કરી બતાવ્યું

રાજકોટ, તા., ૮: ગુજરાતના ૧૯૮પ બેચના સિનીયર આઇએએસ અને હાલમાં  વડોદરા ખાતે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. (જીએસીએલ)નાં એમ.ડી. પ્રેમકુમાર ગેરા સાથે પેટીએમ વોલેટનું કેવાયસી કરાવવાના બહાને સાયબર માફીયાએ ટીમવ્યુઅર કવીસ સપોર્ટ  નામની એપ્લીકેશન ડાઉન કરાવી રૂ.૧૦નું ટ્રાન્ઝેકશન કરાવી સામે છેડે બેઠેલા સાયબર માફીયાએ ૯૪,૯૯૯ના બે ટ્રાન્ઝેકશન કરાવી લીધાની સનસનાટી ભરી ફરીયાદ વડોદરા સાયબર સેલમાં થતા જ વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તુર્ત જ આ મામલાની તપાસ સાયબર સેલના મદદનીશ પોલીસ કમિશ્નર ભરત રાઠોડને સુપ્રત કર્યાના પગલે-પગલે તપાસનો ધમધમાટ બોલાવી ગણત્રીની કલાકોમાં જ ઓનલાઇન માફીયા ગેંગ ઝારખંડની હોવાનું શોધી કાઢયું છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ટીમની પ્રાથમીક તપાસમાં ઝારખંડથી આ કૌભાંડ થયાનું ખુલવાની સાથે જ પોલીસ કમિશ્નરે એક વિશિષ્ટ ટીમ કે જેમાં ટેકનોલોજીના તજજ્ઞોનો સમાવેશ છે તેમને ઝારખંડ મોકલવા સાથે આ ટોળકી અંગે ઝારખંડના પોલીસ વડા સાથે પણ અનુપમસિંહ ગેહલોતે ટેલીફોનીક ચર્ચા કર્યાનું સુત્રો જણાવે છે.

ઝારખંડની સાઇબર માફીયાની આ ગેંગે સિનીયર આઇએએસ સાથે અન્ય બીજા કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે અને કેટલા એ ફરીયાદ કરી નથી તે વિગતો પણ બહાર આવશે તેવું માનવામાં આવી રહયું છે.

અત્રે એ યાદ રહે કે સિનીયર આઇએએસ પ્રેમકુમાર ગેરાને તેમના મોબાઇલ પર પેટીએમનું કેવાયસી કરાવવા મેસેજ આવેલ. ઉકત મેસેજમાં તેઓ પેટીએમનું કેવાયસી અપડેટ નહી કરે તો તેમનું વોલેટ બંધ થઇ જશે તેવી સાયબર માફીયાએ હિન્દીમાં ચેતવણી આપી હતી.

પેટીએમના કેવાયસી માટે પ્રથમ ચોક્કસ માહીતી પુછી તેમને એપલ વર્ઝનની ટીમવ્યુઅર કવીક સ્પોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા સુચના આપી હતી. કોમ્પ્યુટર સ્ક્રીનના એકસેસ માટે સામાન્ય ગણાતી આ એપ્લીકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ તેમનો કબ્જો મેળવી લીધો હતો અને આમ તેમની સાથે મોટી રકમની છેતરપીંડી થઇ હતી.

(1:02 pm IST)
  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST