Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગ્રંથરાજ વચનામૃતની પંચરત્ન તુલા, રાજોપચાર પૂજન, અક્ષત, મોતી, કંકુ, અત્તર સુગંધીમાન દ્રવ્યોથી પૂજન-અર્ચન*....

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં ધર્મગ્રંથો નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન  પ્રશ્નોની અદભુત છણાવટો કરતા ભારતીય ધર્મગ્રંથો જેવા અધ્યાત્મ સમૃદ્ધિ વિચાર-મંથન થી ભરપૂર ધર્મશાસ્ત્રો વિશ્વની અન્ય કોઈપણ સંસ્કૃતિ એ ક્યારેય આપ્યા નથી. હિન્દુ પરંપરાના ગ્રંથો શાસ્ત્રો પ્રમાણભૂત છે કારણ કે તેમના દ્રષ્ટા રચયિતા કે કર્તા રૂપે સ્વયં ભગવાન કે સંતો મહર્ષિઓ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના ૩૦મા વચનામૃતમાં કહે છે શ્રીમદ ભાગવત આદિક જે શાસ્ત્ર તે સત્ય છે અને શાસ્ત્રોમાં જે કહ્યું હોય તેવી જ રીતે થાય છે પણ બીજી રીતે થતું નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર શાસ્ત્રોનો સાર કાઢી સર્વને માટે સર્વત્ર, સર્વદા અને સર્વ પ્રકારે ઉપકારક એવો વચનામૃત ગ્રંથ આપી મહાન ઉપકાર કર્યો છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા શ્રી હરિજ્ઞાનામૃત કાવ્યમાં આ શિરમોડ ગ્રંથનો મહિમા ગાતા કહે છે કે,

જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે;

  જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે...

આવા મહાન ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા આવા મહાન ગ્રંથ પર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરનાર શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી શતામૃત મહોત્સવના તૃતીય દિલના સવારના સત્રમાં શિરમોર ગ્રંથ વચનામૃતની

શ્રી મુખવાણી વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવના  તૃતીય દિનના સવારના સત્રમાં મહોત્સવના અધ્યક્ષ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ની અધ્યક્ષતા માં છેલ્લા સાત દિવસથી ચાલી રહેનાર વિશ્વ મંગલ મહોત્સવ -   વચનામૃતની પંચરત્ન તુલા, રાજોપચારથી શાહી પૂજન,  કંકુ, અક્ષત, ગુલાબ જળ, ચંદન કેસર મિશ્રિત, અત્તર વગેરેથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા ગુજરાત ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, વર્લ્ડ પીસ એમ્બેસેડર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે   શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી પહેલ કરી. આ એક ઐતિહાસિક કાર્ય માટે ધર્મ મંચ ઉપરથી ચૂંટણી પંચને ચૂંટણી અંગેની માહિતી આપવાની તક આપી. આટલી મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થયા છે પણ બધા નિર્વ્યસની છે. જે આ મોટી અને અગત્યની વાતની મેં નોંધ લીધી છે. પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીએ વચનામૃત રહસ્ય પ્રદીપિકા ટીકાની અમૂલ્ય ભેટ સમાજને સમર્પિત કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાને આ 

 ગ્રંથમાં ગીતા, ભારત, ઉપનિષદ, ધર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ - આમ તમામ પ્રકારના શાસ્ત્રનું તત્વજ્ઞાનની સચોટ સમજૂતી આ વચનામૃત ગ્રંથમાં સંકલિત કરેલ છે. જીવનપ્રાણ શ્રી અંબાજી બાપાશ્રીનું પરમ પવિત્ર પ્રાગટય સ્થાન છે છત્રી. અને તેના રક્ષણ અને સંવર્ધન માટે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કમર કસી હતી.

વળી, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા   બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

 

(10:53 am IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST