Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

HDFC હવે MSME માટે સૌથી મોટી બેંક બની

લોનનો આંકડો ૧૫૦૦૦ કરોડને પાર

અમદાવાદ,તા. ૭ : ગુજરાતમાં બુક થયેલી એચડીએફસી બેંકની એમએસએમઈ લોન રૂ. ૧૫,૦૦૦ કરોડના સીમાચિહ્નને વટાવી ગઈ છે. ગુજરાતમાં તા.૩૦ જૂન, ૨૦૧૯ સુધીમાં બુક થયેલી બેંકની માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યમો માટેની લોન રૂ. ૧૫,૦૦૦ કરોડથી પણ વધુ થવા જાય છે. જેના કારણે હવે એચડીએફસી બેંક ૧૨ ટકાથી પણ વધુ માર્કેટ શેરની સાથે ગુજરાતની એમએસએમઈ માટેની સૌથી મોટી બેંક બની ગઈ છે. એચડીએફસી બેંકની આ અનોખી સિધ્ધિને પગલે બેંકીંગ ક્ષેત્રમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. બેંકના એમએસએમઇ પોર્ટફોલીયોમાં ૩૦ ટકાા દરે ગ્રોથ નોંધાયો છે એમ અત્રે એચડીએફસી બેંકના બિઝનેસ બેંકીંગના કન્ટ્રી હેડ શ્રી સુમંત રામપાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ૧૫ વર્ષમાં બેંકએ આવા ૧૦,૦૦૦થી પણ વધુ ઉદ્યમોને આર્થિક સહાય પૂરી પાડી છે, જેણે ૩૧ જિલ્લાઓને આવરી લઈ ૧૫૦થી વધુ શહેર અને નગરમાં આર્થિક વિકાસના એન્જિનની રચના કરી છે. એમએસએમઈ બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં કુલ ટ્રાન્ઝેક્શનના ૬૦ ટકાથી વધુનો સમાવેશ થાય છે.

               એચડીએફસી બેંકના બિઝનેસ બેંકીંગના કન્ટ્રી હેડ શ્રી સુમંત રામપાલે ઉમેર્યું હતું કે, અમારી બેંકમાં ભરોસો દાખવવા બદલ અમે અમારા ગ્રાહકોના આભારી છીએ. એમએસએમઈએ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને સૌથી વધુ રોજગારી સર્જનારા ક્ષેત્રો પૈકીનું એક છે. અમે અમારા વિશ્વસ્તરીય ઉત્પાદનોની સાથે તેમની વિકાસયાત્રમાં સહભાગી બનવા બદલ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છીએ. અનુકૂળ આવે તેવા નીતિગત માહોલનો લાભ આપનારું ઉદ્યમી રાજ્ય ગુજરાત એમએસએમઈ અને બેંક એમ બંનેને સમાન તકો પૂરી પાડે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા અમે આ રાજ્યના વધુ ૨૫ શહેર અને નગરમાં વિસ્તરીશું અને અમારા ડિજિટલ પદચિહ્નોને પણ વધારીશું. આ ઉત્પાદનો તેમજ સેવાઓમાંથી મોટાભાગનાને બેંકના રીયલ-ટાઇમ ઓનલાઇન સોલ્યુશન્સ (ટ્રેડ ઓન નેટ, નેટ બેંકિંગ અને એસએમઈ બેંક)નો ઉપયોગ કરી ડિજિટલ રીતે પ્રાપ્ત કરી શકાય છે. એચડીએફસી બેંક તેના ગ્રાહકોને કેશ ક્રેડિટ, ઓવર ડ્રાફ્ટ, આકર્ષક વ્યાજદરે લોન સહિતની અનેકવિધ સેવાઓ આપી રહી છે, તેના કારણે ગ્રાહકોમાં બેંક પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે તે જ કારણ છે કે, એમએસએમઇ પોર્ટફોલિયોમાં બેંકે આ સિધ્ધિ હાંસલ કરી છે. આજની મહત્વની જાહેરાત પ્રસંગે બેંકના ગુજરાતના બ્રાંચ બેંકીંગ હેડ શ્રી દેબાશિષ સેનાપતિ પણ ખાસ હાજર રહ્યા હતા.

(9:54 pm IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST