Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સુરતમાં સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે ચાલી આ યુવતી

સુરતઃ વીઆઇપી વિસ્તારમાં રહેતી ધરતી જૈન 11 નવેમ્બરના રોજ ચેન્નઈ ખાતે દીક્ષા લેવા જઈ રહી છે. ક્લેક્ટર બનવાના આઈએએસના કોચિંગ ક્લાસને અધવચ્ચેથી જ છોડીને સંસારની મોહમાયા ત્યાગીને ધરતી સંયમના માર્ગે આગળ વધવા જઈ રહી છે.

ધરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ધરતી પોતે ડબલ ગ્રેજ્યુએટ અને ડબલ માસ્ટર ડિગ્રી ધરાવે છે. એટલું જ નહીં B.A સંસ્કૃત અને B.B.Aમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુકી છે. ધરતી જૈને પુણે યુનિવર્સિટીથી M.B.A કર્યું છે. તો સાથે જ સંસ્કૃત ભાષામાં M.A કર્યું છે. એક ધાર્મિક પરિવારમાં ઉછરી હોંવાના કારણે ધરતી હંમેશા જૈન ધર્મની તમામ પરંપરાઓનું પાલન કરતી આવી છે.

(2:56 pm IST)