Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સુરતમાં પારસી પરિવારે સ્વામિનારાયણે આપેલ 194 વર્ષ જૂની પાદ્ય પણ સાચવીને રાખી:દર્શનો માટે ઉમટ્યા હજારો હરિભક્તો

સુરતઃ 194 વર્ષ અગાઉ ભગવાન સ્વામિનારાયણે પારસી પરિવારને ભેટમાં આપેલી પોતાની પાઘ આજે પણ સચવાઈ રહી છે. સૈયદપુરા વિસ્તારમાં પ્રસાદી સ્વરૂપ પાઘના દર્શન પારસી પરિવાર દ્વારા દરવર્ષે ભાઈબીજના દિવસે હરિભક્તો માટે કરાવવામાં આવે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં હરિભક્તો પાઘના દર્શન કરવા માટે ઉમટ્યાં હતાં.

સ્વામિનારાયણ ભગવાનની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. સંવંત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. ત્યારે સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં.જે આજે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. સાથે જ ભગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે. પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.

(2:53 pm IST)