Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વિદ્યાનગર જીઆઈડીસીમાં કંપનીએ 120 જેટલા કર્મચારીઓના પગાર રોકતા કર્મચારીઓમાં ગણગણાટ જોવા મળ્યો

વિદ્યાનગર: સ્થિત જીઆઈડીસીમાં પ્લોટ નં. 1201માં આવેલી ટોવેલ વાલ્સ પ્રા.લિ.માં ફરજ બજાવતા 120 જેટલા કર્મીઓને દિવાળી પહેલાં પગારની ચૂકવણી ન કરતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આમ, જીઆઈડીસીમાં પગાર ચૂકવણી ન કરવામાં વધુ એક કંપનીનો સમાવેશ થઈ ગયો છે. કંપની દ્વારા કર્મચારીઓના પગારની ચૂકવણી ન કરવામાં આવતાં તેમના પણ તહેવાર બગડ્યા હોવાનો ગણગણાટ કર્મીઓમાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, આ અગાઉ એલિકોન અને અનુપમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં આવી નહોતી. જેને કારણે બંને કંપનીના કર્મીઓ કામથી અળગાં રહી હડતાલ પર ઉતર્યા હતા. આ મામલે મેનેજમેન્ટના પેટનું પાણી હાલ્યું નહોતું. 

 

(2:52 pm IST)