Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

શા. માધવપ્રિયદાસજી સ્વામીની સાનિધ્યમાં મેમનગર ગુરુકુલમાં સંતો અને હરિભકતોનું સ્નેહમિલન

શા. માધવપ્રિયદાસજી સ્વામીની સાનિધ્યમાં મેમનગર ગુરુકુલમાં સંતો અને હરિભકતોનું સ્નેહમિલન

અમદાવાદ તા.૯ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેેમનગર ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની સાનિધ્યમાં નૂતન વર્ષે મેમનગર ગુરુકુલ અને એસજીવીપી ગુરુકુલના સંતો અને હરિભકતોનું સ્નેહ મિલન યોજાયું હતું.

    જેમાં પૂ.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ દરેક સંતોને કપાળે કુંમકુંમનો ચાંદલો તેમજ ચંદનની અર્ચા કરી શુભાશીર્વાદ આપ્યા હતા.

 વિશાળ સભાને સંભોધન કરતા પૂ. સ્વામીજીએ જણાવેલ કે, દિપાવલીના દિવડાઓ ઘટઘટમાં વસનારા અનંત આત્મજ્યોતિઓના પ્રતિકો છે.

    નૂતન વર્ષનો નવો સૂરજ મહાન જ્યોતિર્મય પરમાત્માનું પ્રતિક છે.

દિપાવલીના દિવડાઓ નવા સૂરજને સત્કારવા થનગનાટ સાથે ઝળહળે છે. એજ રીતે આપણા આત્મજયોતિ, હરિરુપી સૂરજને સત્કારવા ઝળહળી ઉઠો !

    માનવજીવન ધર્મ, અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને સિદ્ધ કરવા માટે છે. નવા વર્ષનો નવો સૂરજ આપણને એ ચારેય પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવું સાહસ અને સમજણ આપે.

    ન માત્ર મંગળ પર્વના દિવસોએ પરંતુ આખું વર્ષ આપણે આપણાં ઘર, અાંગણાં અને શેરીઓને સ્વચ્છ આભલાં જેવા અજવાળીએ એ સાથે સાથે આપણું મન પણ શુભ વિચારોથી છલકાતું રહે એજ આજના નૂતન વર્ષે અભ્યર્થના છે.

અંતમાં સ્વામીજીએ કુટુંબમાં ક્લેશ ન થાય, સમાજમાં પારસ્પરિક સદ્ભાવના વધે માટે સતત ભજન સ્મરણ કરવા અનુરોધ કર્યો હતો.

    આ પ્રસંગે નેપાલ- પુલહાશ્રમ યાત્રાએ ગયેલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલેિફોનથી શુભાશીર્વાદ આપ્યા હતા.

(2:26 pm IST)
  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST

  • ભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલ।મોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST