Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

અમદાવાદ: રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર 50 લોકો પકડાયા :70થી વધુ સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો

અમદાવાદ: પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે ગુનોં નોંધાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.આ અંતર્ગત અમદાવાદ પોલીસ એક્સનમાં આવી ગઇ હતી.

 દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં પોલીસે 50થી વધુ લોકોને પકડ્યા છે. 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે. આમ 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે અમદાવાદ પોલીસે તવાઇ બોલાવી છે.
  મળતી માહિતી પ્રમાણે અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે નાના બાળકોથી લઇને મોટા લોકો ફટાકડા ફોડીને દિવાળઈનો તહેવાર મનાવે છે. જોકે, આ દિવાળીના તહેવારોમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર ઉપર અમદાવાદ પોલીસે તવાઇ બોલાવી છે.

(12:41 pm IST)