Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભાઈ બીજની ઉજવણી અને તિલક વિધિ માટેના શુભ મુહૂર્ત

કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી આજે એટલે કે 9 નવેમ્બરના રોજ કરવામાં આવી રહી છે. રક્ષાબંધનમાં જેમ ભાઈ-બહેનના પર્વની ઉજવણી પવિત્ર પ્રતીક છે. ધાર્મિક આસ્થા છે કે આ દિવસ બહેનના ઘરે ભોજન કરે છે અને ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ દિવસે યમરાજ બહેનો દ્વારા માગણી કરીને મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.

કેમ કરાય છે આ ઉજવણી?

ધર્મ ગ્રંથ મુજબ કારતક સુદ બીજની તિથિ પર દેવી યમુનાના ભાઈ યમરાજ પોતાની બહેનને મળવા માટે ઘરે આવ્યા હતા. યમુનાએ પોતાના ભાઈને સકારાત્મક રીતે સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. પ્રસન્ન થઈને યમરાજે પોતાની બહેન પાસે વર માગવા માટે કહ્યું. જ્યારે દેવી યમુનાએ કહ્યું ભાઈ તમે યમલોકના રાજા છો. અહીં વ્યક્તિ તમારા કાર્મોના આધારે દંડ ભોગવે છે. તમે વરદાન આપો કે જે વ્યક્તિનો ભાઈ મારા જળથી સ્નાના કરીને આજના દિવસે બહેનના ઘરે ભોજન કરશે, તેને મૃત્યુ પછી યમલોક ન જવું પડે. યમરાજે પોતાની બહેનની વાત માની અને બહેનને વચન આપ્યું. ત્યારે આ તિથિને યમ દ્વિતિયાના નામે પણ ઓળખવામાં આવે છે.

વિધિ

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે યમ અને યમુના સૂર્યદેવના સંતાન છે. યમુના સમસ્ત કષ્ટોનું નિવારણ કરનારી દેવનું સ્વરૂપ છે. તેમના ભાઈના મૃત્યુના દેવતા યમરાજ છે. જેઓ બીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવા અને ત્યાં યમુના અને યમરાજની પૂજા કરવાનું મહત્વ છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરીને તેની લાંબી ઉંમરની માગણી માટે પ્રાર્થના કરે છે. સ્કંધ પુરાણમાં લખ્યું છે કે, આ દિવસે યમરાજ પૂજન કરનારાઓને મનોવાંછિત ફળ મળે છે. ધન-ધાન્ય, યશ અને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે.

ભાઈ બીજ પૂજા અને તિલકના શુભ મુહૂર્ત

સવારે પૂજાનું મુહૂર્તઃ 09:20 વાગ્યાથી 10:35 સુધી

બપોરે પૂજાનું મુહૂર્તઃ 01:20 વાગ્યાથી 03:15 સુધી

સાંજે પૂજાનું મુહૂર્તઃ 04:25 વાગ્યાથી 05:35 સુધી

રાત્રે પૂજાનું મુહૂર્તઃ 07:20 વાગ્યાથી 08:40 સુધી

(12:20 pm IST)