Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વિરમગામ પંથકના ગોસ્વામી સમાજનું ગૌરવ : ગૌતમ ગોસ્વામીએ કબડીની ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

વિરમગામના કબડીના ઇન્ટરનેશનલ ખેલાડી ગૌતમ ગોસ્વામીને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : તાજેતરમાં નેપાળ ખાતે ઇન્ટરનેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ Amature Federation દ્વારા યોજવામાં આવી હતી અને આ કબડ્ડીની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વિરમગામ પંથકના યુવાનને શ્રેષ્ઠ રમત માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેણે ગોસ્વામી સમાજ અને વિરમગામ પંથક નામ રોશન કર્યું છે. વિરમગામ તાલુકાના જકશી ગામે રહેતા કનુભારથી લાલભારથીના પુત્ર ગૌતમભારથી કનુભારથી ગોસ્વામી એ ઇન્ટરનેશનલ કક્ષા ની કબડ્ડી  ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ મેળવી ગોસ્વામી સમાજ અને વિરમગામ પંથક નું નામ રોશન કર્યું છે અને સાથે સાથે જકશી ગામ નું નામ પણ રોશન કર્યું છે. નેપાળ માં  થયેલ આ ઇન્ટરનેશનલ કબડ્ડી Amature Federation દ્વારા યોજવામાં આવી હતી અને આ કબડ્ડી ની આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ મેળવી કેનેડા માં આગામી સમયમાં યોજાનાર ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થતા ગોસ્વામી સમાજ અને વિરમગામ પંથકના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(7:03 pm IST)