Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરત:16 વર્ષીય તરૂણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર નરાધમના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈ તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારવાના કેસમાં સરથાણા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી પરણીત આરોપી યુવાને કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી છે. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં રહેતી 16 વર્ષ એક માસની વય ધરાવતી તરૃણીના ફરિયાદી પિતાએ મૂળ અમરેલી લાઠીના વતની તથા શાકભાજીનો ધંધો કરતાં પરણીત 32 વર્ષીય આરોપી રાજુભાઈ માધુભાઈ વાણોદીયા  (રે.ક્રિષ્નાનગર સોસાયટી,સરથાણા) વિરુદ્ધ તા.27-6-21ના રોજ સરથાણા પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીની તરૃણ વયની પુત્રીને એક સંતાનનો પિતા એવા આરોપી રાજુભાઈ વાણોદીયાએ લગ્નની લાલચ આપીને પોતાની સાથે મહેસાણા વિજાપુર ભગાડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા રાજુ વાણોદીયાએ આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આગોતરા જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. સરકારે પોક્સો કાયદામાં સુધારો કરીને આવા બાળકોના જાતીય શોષણના કિસ્સા અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે કાયદા કડક કર્યા છે. આરોપીને આગોતરા જામીન આપવાથી આવા ગુનાખોરીને પ્રોત્સાહન મળે તેમ છે

(6:18 pm IST)