Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરતના સરથાણા જકાતનાકા નજીક પાર્સ લેવા જતા રીક્ષા ચાલક પાસેથી ફોન સહીત રોકડ લૂંટી ગઠિયો છૂમંતર.....

સુરત, : સરથાણા જકાતનાકાથી પરવત પાટીયા આઈમાતા ચાર રસ્તા પાસેથી બે પાર્સલ લેવા જવા માટે રૂ.250 ભાડું નક્કી કરી એક ગઠીયો રીક્ષાચાલકને લઈ ગયો હતો અને ત્યાં શિવદર્શન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પાર્સલ લેવા રૂ.3 હજાર ખૂટે છે કહી પૈસા લીધા બાદ ફોન કરવા રૂ.25 હજારનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના કુંકાવાવના દેવાગામના વતની અને સુરતમાં નાના વરાછા શક્તિવિજય સોસાયટી ઘર નં.73 માં રહેતા 47 વર્ષીય રીક્ષાચાલક જીતુભાઈ માધાભાઈ સોલંકી ગત 15 સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાના અરસામાં રીક્ષા લઈને સરથાણા જકાતનાકા પાસે ઉભા હતા ત્યારે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો. પરવત પાટીયા આઈમાતા ચાર રસ્તા પાસેથી બે પાર્સલ લેવાના છે કહી તેણે રૂ.250 ભાડું નક્કી કરી રીક્ષા શિવદર્શન એપાર્ટમેન્ટના પાર્કીંગમાં લેવડાવી હતી. ત્યાં અજાણ્યાએ થોડીવારમાં પાર્સલ લઈને એવું છું કહી જીતુભાઈને થોભવા કહ્યું હતું. જોકે, થોડી વારમાં તે ખાલી હાથે પરત આવ્યો હતો અને પાર્સલ માટે રૂ.3 હજાર ખૂટે છે કહી તે પૈસા માંગી ભાડું અને રૂ.3 હજાર જકાતનાકા જઈને આપી દેવાની વાત કરી હતી.

 

(6:17 pm IST)