Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરતના રિંગરોડ પર કાપડ દલાલીની એજન્સી ચલાવતા પિતા-પુત્રએ કંપની પાસેથી 37.62 લાખનું કાપડ ખરીદી ઠગાઈ આચરતા ગુનો દાખલ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત ટ્રેડ સેન્ટરમાં કાપડ દલાલીની એજન્સી ચલાવતા પિતા-પુત્રએ રીંગરોડની કંપની પાસેથી રૃ.37.62 લાખની સાડી કર્ણાટક અને તામિલનાડુના બે વેપારીને મોકલી આજદિન સુધી પેમેન્ટ કર્યું ન હતું.

            પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ વીઆઈપી રોડ ડીમાર્ટની સામે રામેશ્વર ગ્રીનમાં રહેતા બસંતકુમાર મીઠાલાલ જૈન રીંગરોડ ન્યુ ટી.ટી માર્કેટમાં આવેલી સાડીની કંપની વિનસ્ટાર ફેબ્રિક્સમાં મેનેજર તરીકે નોકરી કરે છે. રીંગરોડના જ ટ્રેડ સેન્ટરમાં પ્રતીક ક્રિએશનના નામે કાપડ દલાલીની એજન્સી ચલાવતા પિતા-પુત્ર બિપિનકુમાર ઘનશ્યામદાસ મહેશ્વરી ઉર્ફે છોટુભાઈ લાહોટી અને પ્રતીક તેમની ઓફિસે જાન્યુઆરી ૨૦૧૫ માં આવ્યા હતા અને બહારગામના વેપારીઓ સાથે અમારા સારા સંબંધો છે કહી ધંધો શરૃ કરવા કહ્યું હતું.

(5:40 pm IST)