Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

દેશમાં દેવાદાર રાજ્યોની યાદીમાં ગુજરાતનો નંબર છઠ્ઠો : દરેક ગુજરાતી માથે 51000 દેવુ !

2019માં ગુજરાતનું દેવું 2.97 લાખ કરોડ : 2020માં ગુજરાતનું દેવુ 3.25 લાખ કરોડ થશે: કરવેરાની આવક વધી હોવા છતાં દેવુ કેમ વધ્યું ?

નવી દિલ્હી : વિકાસની ગુલાબી વાતોમાં દેવું કાંટો થઈને ખુંચી રહ્યુ છે. વિકાસનું ગણિત વ્યાજના આંકડા ખોરવી રહ્યા છે. દેવાદાર રાજ્યોની યાદીમાં ગુજરાત છઠ્ઠા નંબરે પહોંચી ગયુ છે

  દેવાદાર રાજયમાં ગુજરાત છઠ્ઠા ક્રમે પહોચ્યું છે. રાજયની વાર્ષિક આવકના 19 ટકા જેટલું માતબર દેવું થઈ રહ્યુ છે. રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત 2020માં દેવામાં ડુબી જશે. દરેક ગુજરાતી માથે 51000નું દેવું લઈને જન્મશે.2020માં ગુજરાતનું દેવુ 3.25 લાખ કરોડ થઇ જશે. જ્યારે હાલ ગુજરાતનું દેવુ 2.97 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે 2020માં દરેક ગુજરાતીના માથે 51 હજાર રૂપિયાનું દેવું હશે. રાજ્યના વાર્ષિક આવકના 19 ટકા જેટલું દેવું છે. એટલે કે રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે.

  ગુજરાતના દેવાદાર બનવા અંગેની વાતનો ખુલાસો વિધાનસભામાં થયો હતો. 31 મે 2019 સુધી રાજ્યનું જાહેર દેવુ બે કરોડ, 40 લાખ 652 કરોડ રૂપિયાને આંબી ગયુ છે. વર્ષ 2017-18માં 17 હજાર 178 કરોડ અને વર્ષ 2018-19માં 18 હજાર 124 કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણી કરાઈ છે.

  2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે. છતાં સરકારના બજેટમાં ખાધ પોણા ત્રણ ગણી વધી રહી છે તે વિચારવા જેવુ છે. સરકારનું દેવું 2001-02માં 45,000 કરોડ હતું કે જે 2017-18માં 2.15 લાખ કરોડ થઈ ગયું. આમ, એક ગુજરાતી પર 35478નું દેવું થઈ ગયું છે

(10:49 am IST)
  • ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર : નેપાળ તથા બાંગ્લાદેશના રસ્તેથી આતંકવાદી સંગઠનો લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મ્દ ને પહોંચાડવાની સાજીશ access_time 12:32 pm IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ : ગીર ગઢડા, અમરેલી જિલ્લામાં વરસાદ થયો : અમદાવાદમાં વેજલપુરમાં પણ વરસાદી ઝાપટુ : દાહોદમાં પણ વરસાદ access_time 6:23 pm IST