Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સુરત માથેથી મોટી ઘાત ટળી :ગોડાદરા વિસ્તારમાંથી બૉમ્બ બનાવવાની સામગ્રિસ સાથે સોનુસિંહ ઝડપાયો

મૂળ એમપીના સોનુસિંહ પાસેથી 9 અમોનિયમ નાઇટ્રેડની સ્ટીક અને 9 ડિટોનેટર મળ્યા

 

સુરત :નવરાત્રી પૂર્વે સુરત શહેર માથેથી મોટી ધાત ટળી છેક્રાઇમ બ્રાન્ચે બૉમ્બ બનાવવાની સામગ્રી સાથે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સોનુસિંહ નામના શખ્શની ધરપકડ કરી હતી.સોનુસિંહ પાસેથી 9 અમોનિયમ નાઇટ્રેડની સ્ટીક ઉપરાંત 9 ડિટોનેટર મળી આવ્યા હતા.

  સોનુસિંહની ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સોનુસિંહ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. નવરાત્રી પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આરોપીઓના મનસૂબા નાકામ કર્યા હતા.

 

(11:23 pm IST)