Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજસ્થાનના વિછીવાડા વિસ્તારના લોકોને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર મોડાસાના શખ્સની ધરપકડ

મોડાસા:રાજસ્થાનના વીંછીવાડા વિસ્તારના ૧૩ લોકો ને વિદેશ લઈ જવા અને આકર્ષક પગારે ધંધો-રોજગાર અપાવવાનીલાલચે રૂ.૩.૨૦ લાખ થી વધુની છેતરપીંડી આચરનાર મોડાસાના શખ્શને રાજસ્થાન લીસે ઝડપી પાડયો હતો. 

કબૂતરબાજી ની જાળમાં મોડાસાના આ શખ્શે ગુજરાત-રાજસ્થાન પંથકમાં ૧૫૦થી વધુ લોકોને છેતર્યા હોવાનું રાજસ્થાન પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. જયારે આ કબૂતરબાજી ના ચકચારી બનાવે મોડાસા સહિત ના પંથકમાં ચકચાર મચાવી હતી.

(6:03 pm IST)