Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હિંમતનગર: સોશિયલ મીડિયા પર આપત્તીજનક પોસ્ટર કરનાર શખ્સ પોલીસના સકંજામાં

હિંમતનગર:કોમ-કોમ તથા નાત-જાત અને પ્રાન્ત-પ્રાન્તના પ્રજાજનો વચ્ચે વર્ગવિગ્રહ અને વૈમનસ્ય ફેલાય તેવ જોરશોરથી શરૂ થયેલી હિલચાલમાં સોશીયલ મીડીયાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યાની હકિકત પ્રકાશમાં આવતા આવી હરકતો કરતાં તત્ત્વોને ઝડપી લેવા સાઇબર ક્રાઈમ વિભાગે કમર કસી છે.દરમ્યાન સોશીયલ મીડીયા દ્વારા આવા કુપ્રચારની હરકત કરવાના આક્ષેપસર સાબરકાંઠા જિલ્લાની ગાંભોઈ પોલીસે હિંમતનગર તાલુકાના સુરપુર ગામના એક યુવકની ગઇકાલે ધરપકડ કરીને સીનીયર પોલીસ સબ ઇન્સ્પેકટર આનંદ પ્રવીણકુમાર બ્રહ્મભટ્ટે સઘન તપાસ શરૂ કરી છે.

(6:01 pm IST)