Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સાવલી તાલુકાના મોકસીમાં લગ્નની લાલચ આપી પરિણીતા સાથે બળાત્કાર આચરનાર નરાધમ ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ

સાવલી: તાલુકાના મોક્સી ગામે યુવાન પરિણિતા સાથે મિત્રતા કેળળી તેને પત્ની તરીકે રાખવા માટે વિશ્વાસમાં લીધા બાદ ભરૃચ જિલ્લામાં ત્રણ દિવસ ગોંધી રાખી બળાત્કાર ગુજારનાર ફોટોગ્રાફરની પોલીસે ધરપકડ કરી છે.મોક્સી ગામે મહેતાપોળમાં રહેતા વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી ફોટોગ્રાફર તરીકે વ્યવસાય કરે છે. તેમને ૨૫ વર્ષની પરિણિતાના ફોટા પાડી તેનો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો હતો તેમજ યુવતી પરિણિત હોવા છતા તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. દરમિયાન વિરેન્દ્રસિંહ યુવતીને ભરૃચ જિલ્લાના તવરા ગામે લઇ જઇ ત્રણ દિવસ સુધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

 

(5:56 pm IST)