Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પરપ્રાંતીયોની હિજરત માટે સરકાર જવાબદાર સરકાર ભાજપના ધારાસભ્‍યોને દબાવે છે

ભાજપના શાસકો પર પરેશ ધાનાણીના આકરા પ્રહારો

ગાંધીનગર તા.૯: આજે વિધાનસભા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના મળોતીયા દ્વારા જી.એસ.ટી. અને નોટબંધીના કારણે ગુજરાતમાં રોજબરોજ પડી ભાંગતા ઉદ્યોગો અને આ ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતીય લોકોને કરવામાં આવતી હેરાનગતિથી હિજરત કરવાની ફરજ પડી છે. તેમાં માટે ભાજપ સરકાર જવાબદાર છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતમાં કચ્‍છ, પાટણ, સુરતમાં નરાધમો દ્વારા કરવામાં આવતી શારીરિક છેડછાડના બનેલા બનાવોન આજદીન સુધી ન્‍યાય મળેલ નથી. આવા બનેલા બનાવોમાં કોઈ પણ ઈસમોને પકડવામાં આવતા નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં કુલ ૪૩૯૪ બળાત્‍કારના ગુનાઓ સરકારના ચોપડે નોંધાયા છે. અલ્‍પેશ ઠાકોરના રાજીનામા અંગે પત્રકારોના પ્રશ્નના ઉતરમાં તેમણે જણાવ્‍યું હતું કે અલ્‍પેશ ઠાકોર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી છે અને ઠાકોર સેનાના અગ્રણી છે. તેઓ મને મળ્‍યા હતા અને પોતાના વિચારો દુઃખદ રીતે રજૂ કર્યા છે મે તેમને સમજાવ્‍યા છે તેઓ કોંગ્રેસના ધારાસભ્‍ય છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે.

 

ભાજપ સરકાર દ્વારા જે ધારાસભ્‍યો કે રાજકારણ સાથે સંકળાયેલ છે તેવા લોકોને શામ, દામ, દંડથી ભાજપમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આમ છતાં જો કોઇ ન માને તો તેને ધમકીઓ આપવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.

 

ભાજપ સરકાર રોજગારીની વાતો કરે છે. પરંતુ મહેનત કરતા લોકોને આજે બેકારીનો સામનો કરવો પડે છે.

(4:29 pm IST)