Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગાંધીનગરના સરગાસણ પાસે તસ્‍કર ટોળકી મકાનમાં ચોરી કરવા ત્રાટકીઃ તસ્‍કરોઅે સીસીટીવી કેમેરા સામે મજેદાર અંદાજમાં ડાન્સ કર્યો

ગાંધીનગરઃ સરગાસણ પાસેના ઘરમાંથી ચોરનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આ ચોરે પહેલા તો ઘરમાં ચોરી કરી અને પછી સીસીટીવી સામે જ ડાન્સ કરવા લાગ્યો હતો. પાંચ લોકોની ચોર ટોળકીએ શ્રીમદ રેસિડેન્સીમાં આવેલા ઘરને ટાર્ગેટ બનાવ્યાં હતાં અને પછી પોલીસને ચીડવવા માટે એક ચોરે સીસીટીવી કેમેરા સામે મજેદાર અંદાજમાં ડાન્સ કર્યો હતો.

આ ચોર ટોળકીએ બે ઘરમાં ચોરી કરી હતી. જેમાં તેમણે લાખોની રોકડ રકમ અને જ્વેલરી લૂંટી હતી. આ પછી જાણો ચોર પોલીસને ચીડવવા ઈચ્છતો હોય તેવી રીતે કેમેરા સામે ડાન્સ કર્યો હતો.ચોરનો આ અંદાજ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

આ ચોર ટોળકીએ રત્નરાજ રેસિડન્સીમાં રહેતા અરવિંદ પટેલના ઘરમાંથી અંદાજે 1.80 લાખની જ્વેલરીની ચોરી કરી હતી. આ ઉપરાંત શ્રીમદ્ રેસીડન્સીમાં બે ઘરના તાળા તોડીને લાખોની માલમત્તાની ચોરી કરી હતી.

(5:41 pm IST)