Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માની મુશ્કેલીમાં વધારો: કોર્ટે આગોતરા જામીન કર્યા રદ : પગેરું દબાવતી પોલીસ

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માની મુશ્કેલીમાં વધારો: કોર્ટે આગોતરા જામીન કર્યા રદ : પગેરું દબાવતી પોલીસ

 

અમદાવાદ : ધનજી ઔડ ઉર્ફે ઢબુડી મા પર પેથાપુરમાં અરજી મામલે કોર્ટમાંથી ધનજીના આગોતરા જામીન રદ થતા મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમો ધનજીને લઈને તપાસમાં લાગી ગઈ છે.

   પોલીસ ધનજીને લઈને સંભવિત સ્થાન પર તપાસ કરી ચુકી છે. જોકે ધનજીનો કોઈ પતો નથી લાગ્યો નથી. ત્યારે ધનજીએ થોડા દિવસ પહેલા એક વિડીયો પણ વાયરલ કર્યો હતી. જેને લઇને પણ ગાંધીનગર પોલીસે તપાસ શરુ કરી છે કે, આખરે વિડીયો ક્યાંથી ઉતારવામાં આવ્યો છે અને કોને યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. ધનજી ઑડને પોલીસ વધુ એક નોટિસ આપશે અને જો ધનજી પોલીસ પાસે હાજર નહી થાય તો પોલીસ ધનજીને ઝડપી શકે એમ છે.

(11:52 pm IST)