Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડને પગલે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં ડી.જી.પી

 

સુરત : સુરતમાં ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની જુગાર રેઇડ બાદ ડીજીપી શિવાનંદ ઝાએ ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કર્યા છે

  ગત તા. ૦૮/૦૯/૨૦૧૯ના રોજ  સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ફુલવાડી-પાંડોલ વિસ્તારમાં  સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક જુગારની રેડ કરવામાં આવેલ હતી. જેમાં કુલ. .૮૫ લાખથી પણ વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. રેઈડ બાદ પોતાના પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ડામવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા આજ રોજ ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઇએસ.બી..શેખને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

(10:46 pm IST)