Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ડીસાના ભોંયણ પાસે ભાદરવી પૂનમના સેવા કેમ્પમાં યાત્રાળુઓ વચ્ચે અચાનક તલવાર ઉડી : એક ગંભીર

જૂની અદાવતમાં તલવાર વડે હુમલો કરાતાં એક વ્યક્તિને ગંભીર ઈજા

 

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોંયણ પાસે અંબાજી જતાં પગપાળા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પમાં અચાનક તલવાર વડે હુમલો કરવામાં આવતા નાસભાગ મચી જવા પામી હતી.

  શક્તિપીઠ માઁ અંબાનો ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. ઘણાં ધર્મપ્રેમી અને સમાજ સેવી લોકોએ નિઃશુલ્ક સેવા કેમ્પો ઉભા કરી યાત્રાળુની સેવા કરી રહ્યા છે, ત્યારે ડીસાના ભોંયણ નજીક યાત્રાળુ સેવા કેમ્પમાં ભક્તિગીતોના તાલે ઝૂમતા યાત્રાળુઓ વચ્ચે એકાએક જૂની અદાવતમાં તલવાર વડે હુમલો કરાતાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોચી હતી.

   ઇજાગ્રસ્તને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં ઘટના સ્થળે પહોચી હુમલો કરનાર નરેશ ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:38 pm IST)