Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા : 6,61 લાખ ક્યુસેક પાણી છોડાયું : 23 ગામોને એલર્ટ : ઝઘડિયામાં SDRF ટીમ તૈનાત

અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના: નદી કાંઠાના લોકોને સાવચેત કરાયા

 

નર્મદા: નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઝઘડિયામાં SDRFની ટીમ તૈનાત કરાઈ અને અધિકારીઓને હેડક્વાર્ટર છોડવા સૂચના આપવામાં આવી છે.

  સરદાર સરોવર ડેમમાંથી લાખ 61 હજાર ક્યૂસેક પાણી છોડતા જિલ્લાના 23 ગામને અલર્ટ કરાયા છે. ડેમમાં સતત પાણીની આવક થતાં નદી કાંઠે જવા સૂચના આપવામાં આવી છે. સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તમામ ગામની મુલાકાત માટે સૂચના અપાઈ છે.

(10:34 pm IST)