Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મોરારિબાપુ અમારા પિતા છે માફી ક્યારે પણ માંગશે નહીં

રૂદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્ર ભારતી બાપુનો હુંકાર : આપણા ધર્મ પર વિદ્રોહી આક્રમણ કરી રહ્યા છે તેનું રક્ષણ કરો : મોરારિબાપુના સમર્થનમાં સંત સમાજ આગળ આવ્યો

અમદાવાદ,તા. ૯ : નીલકંઠીવર્ણીના વિવાદમાં હવે મોરારિબાપુના સમર્થનમાં સંતસમાજ પણ આગળ આવ્યો છે અને મોરારિબાપુને જોરદાર સમર્થન આપી તેમની પડખે આવી ગયા છે. જૂનાગઢના ભવનાથ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ તો, નિલકંઠવર્ણી વિવાદને લઇને વીડિયો વાઇરલ કર્યો છે. જેમા તેઓએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે, મોરારિબાપુ માફી માગે પણ બાપુ શેની માફી માગે અને નીલકંઠ તો મહાદેવ નીલકંઠ જ કહેવાય. લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. કોઇ હિસાબે મોરારિબાપુ માફી નહીં માંગે અને અમે માફી પણ નહીં માંગવા દઇએ. તે અમારો બાપ છે અમારો ધર્મ પ્રચારક છે. આજે રાષ્ટ્રની અંદર ધર્મનું પ્રચાર કર્યું તેવા લોકોને તમે માફી માગવાનું કહો તો કેટલી હદે વ્યાજબી કહેવાય. સ્વામિનારાયણ મંદિરમા જાજો મૂર્તિ ડાબા હાથે આશિર્વાદ આપે છે તો ઉંધા હાથે માફી માગે ત્યાં શું કામ જવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જે છે તે તો ગૃહસ્થ પરંપરામાં છે.

          આજે હું સ્વામિનારાયણના સંતોને એક પ્રશ્ન કહેવા માગુ છું કે, તમારી પાસે જે સેવકો આવે છે તેને તમે ક્યાં હાથે આશીર્વાદ આપવા માગો છો. જમણા હાથે આશીર્વાદ આપોને તમે પણ. દરેક સંપ્રદાય અને ધર્મની અંદર જમણા હાથે આશીર્વાદ દેવાય છે. સ્વામિનારાયણ મંદિરની અંદર જે મૂર્તિઓ છે તે મૂર્તિઓના હાથ જોજો પહેલા અને ડાબા હાથે આશિર્વાદ આપે છે. એક સારા અને વરિષ્ઠ સાધુ પાસે તમે માફી મંગાવશો તો અમે માફી મંગાવવા જ નહીં દઇએ. બાપુ આવા લોકો પાસે માફી ન મંગાય. અમારો ધર્મ સનાતન છે કોઇ સંપ્રદાય નથી. આપણા ધર્મ ઉપર વિદ્રોદીઓ આક્રમણ કરી રહ્યા છે અને તમે એમ કહો છો કે અમે સ્વામિનારાયણ છીએ પણ આ બધુ મુકો અને આપણે એક હિન્દુ છીએ. આપણા ધર્મનું રક્ષણ કરો. ઉંધા હાથે આશિર્વાદ આપે તે શું તમને આશિર્વાદ સુખી કરશે, સીધા હાથે આશિર્વાદ આપે તેને પૂજો. અનાદિકાળથી લિંગ પૂજા ચાલી આવે છે તો તેનો અનાદર ન કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને વિનંતી છે કે તમે વિવાદમાં ન પડો અને મોરારિ બાપુ માફી નહીં માંગે.

(10:19 pm IST)