Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરતના કામરેજના નવી પારડીમાં બિલ્ડરની આત્મહત્યા હરેશ રવાણીએ પોતાના બંગલામાં જીવન ટૂંકાવ્યું :ચકચાર

સુરત જિલ્લાના કામરેજ નવી પારડી ખાતે એક બિલ્ડરે આત્મહત્યા કરી છે. હરેશ રવાણી નામના બિલ્ડરે આત્મહત્યા કરી છે. કામરેજના નવી પારડી ખાતેના જોય એન્ડ જોય વિકએન્ડ હોમ ખાતે પોતાના બંગલામાં જ બિલ્ડર હરેશ રવાણીએ આત્મહત્યા કરી છે. તેઓએ કયા કારણસર આત્મહત્યા કરી તે અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. અચાનક હરેશ રવાણીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહેલ છવાયો છે.

 

(10:00 pm IST)