Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોએ બાઈક સળગાવી:ઘટના સીસીટીવીમાં કેદ

આગ નજીકની દુકાનમાં પ્રસરતા નુકશાન

સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરામાં અસામાજિક તત્વોએ એક બાઈકને આગ ચાંપી દીધી હતી, જે આગ નજીકની દુકાનમાં પણ પ્રસરી હતી. જેના કારણે દુકાનમાં પણ નુકશાન થવા પામ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

(10:29 pm IST)