Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઇનપુટ બાદ ગુજરાત સરકારે હાઈ અલર્ટ જાહેર કર્યું

સુરક્ષાત્મક રીતે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા: તમામને સતર્ક રહેવા માટે કહેવાયુ

અમદાવાદ : આતંકવાદી ષડયંત્રનું અલર્ટ જાહેર થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કહ્યું, કચ્છ અમારો એક સરહદી જિલ્લો છે અને એજન્સીઓના ઇનપુટ મળ્યા બાદ રાજ્ય સરકારે આને ગંભીર મામલો ગણાવતા રાજ્યમાં હાઇ અલર્ટ જાહેર કર્યું છે. અમે આ દિશામાં સુરક્ષાત્મક રીતે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને તમામને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સેના તરફથી અલર્ટ જાહેર થયા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં રાજ્ય સરકારોએ પોલીસ અને અન્ય એજન્સીઓ સમગ્ર સતર્કતા દાખવવાના આદેશ આપ્યા છે. સર ક્રિક વિસ્તાર સાથે જોડાયેલ ગુજરાતના તમામ ભાગોમાં આતંકવાદી હુમલાની આશંકા ગણાવતા સમગ્ર રીતે સતર્કતા દાખવવામાં આવી રહી છે.

(9:03 pm IST)