Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાસદમાં ૮ વર્ષની કિશોરી ઉપર જાતિય અત્યાચારનો પ્રયાસ

આણંદ તાલુકાના વાસદ ગામે રહેતી એક ૮ વર્ષની કિશોરી ઉપર નજીકમાં જ રહેતા શખ્સે દાનત બગાડીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાનું ઘટના ઉજાગર થતાં જ ચકચાર મચી જવા પામી છે. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વાસદ ખાતે રહેતી એક ૮ વર્ષની કિશોરી છેલ્લા ચારેક દિવસથી રડ-રડ કરતી હતી. જેથી તેણીની માતા અને દાદીએ તેને વિશ્વાસમાં લઈને પુછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતુ કે, ગત ૨૫મી તારીખના રોજ આઠમના દિવસે બપોરના સુમારે તેણી ફળિયામાં રમતી હતી ત્યારે અશોક ઉર્ફે અસલો કિશનભાઈ ગામેચી આવ્યો હતો અને તેણીને મરઘીના બચ્ચા બતાવવાના બહાને તેના ઘરના ધાબા ઉપર લઈ ગયો હતો. જ્યાં તેણીના શરીર સાથે અડપલા કરીને કપડાં કાઢી નાંખવાનું કહેતા જ તેણીએ રડવાનું ચાલુ કરતાં ગભરાઈ ગયેલો અશોક ઉર્ફેે અસલો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી તે દરવાજો ખોલીને પરત આવી ગઈ હતી.

(5:38 pm IST)