Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

નડિયાદ તાલુકામાં ગ્રામ્ય પંથકમાં જુદી જુદી જગ્યાએથી ચોરી કરનાર શખ્સને ડીવાયએસપી સ્ક્વોડે રંગે હાથે ઝડપી પાડ્યો

નડિયાદ: તાલુકાના જુદા-જુદા ગામડાઓમાં ઇલેકટ્રોનિક, હાર્ડવેરની દુકાનો, શાળાની આંગણવાડીઓમાં ચોરી કરતા ઇસમને ડીવાયએસપી સ્કવોડે ઝડપી પાડી ચોરીનો કેટલોક મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

નડિયાદના ડીવાયએસપીની ટીમને માહિતી મળી હતી કે પીપળાતા ગામે ઊંડા ફળીયામાં રહેતો જશવંતભાઇ ઉમેદભાઇ વાઘેલા નામનો ઇસમ પીપળાતા, આખડોલ, કરોલી ગામે વિવિધ જગ્યાઓ પર ચોરી કરે છે. તાજેતરમાં તેણે જીસા ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરી હતી, જેનો સામાન હજુ પણ તેના ઘરમાં જ સંતાડેલો છે. જેના આધારે ડીવાયએસપી શ્યાનની ટીમે પંચના માણસો સાથે રાખી જશવંત વાઘેલાના ઘરે સર્ચ કર્યુ હતુ.

(5:37 pm IST)