Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગાંધીનગર જિલ્લામાં લૂંટફાટની ઘટનામાં સતત વધારો: મોર્નિંગ વોકમાં નીકળેલ યુવતીને બે લૂંટારુઓ ચપ્પુની અણીએ લૂંટ ફરાર: 30 હજારની લૂંટની ફરિયાદ

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લુંટની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે શહેર નજીક ઝુંડાલ નર્મદા કેનાલ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલી યુવતિને બાઇક ઉપર આવેલા બે લુંટારૂઓએ છરી બતાવી લાફો મારીને તેનો મોબાઇલ લુંટી લેવાની ઘટના બનાવા પામી છે. જે સંદર્ભે યુવતિએ ગઇકાલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ૩૦ હજારની લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

ગાંધીનગર શહેરમાં હાલ એક બાજુ ઘરફોડ ચોરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં લુંટની ઘટનાઓ માઝા મુકી રહી છે. ચિલોડા - નરોડા હાઇવે ઉપર ગત અઠવાડિયે બાઇક ઉપર આવેલા લુંટારૂઓએ અઢી લાખની લુંટ કરી હતી. ત્યારબાદ મહિલના ગળામાંથી સોનાનો દોરો લુંટયો હતો અને ત્રણ દિવસ અગાઉ કુડાસણ પાસે કારમાં બેઠેલી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટની ઘટના બનવા પામી હતી. હજુ સુધી આ લુંટારૂઓ પકડાયા નથી ત્યારે વધુ એક લુંટની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. 

(5:28 pm IST)