Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડોદરા સ્ટેટ મોનીટરીંગ સેલે ફિલ્મી ઢબે છોટા હાથીનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપ્યો: 6 આરોપીઓની રંગે હાથે ધરપકડ

વડોદરા:સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલો છોટાહાથી ટેમ્પો અને કન્ટેનર સાથે બુટલેગર સહિત છ આરોપીઓને ઝડપી પાડયા હતા. આ દારૂની હેરાફેરીની વધુ તપાસ અર્થે પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા શુક્રવારે રાત્રે હાઇવે પર ફિલ્મીઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલો છોટાહાથી ટેમ્પો અને ત્યારબાદ કન્ટેનર ઝડપી પાડયું હતું. કારના કન્ટેનરમાં વિદેશી દારૂ ભરીને તેની ડિલીવરી કરવાના કેસમાં પોલીસે ૬ આરોપીઓ (૧) નિલેષ ઉર્ફે નીલુ હરેશભાઇ નાથાણી, (૨) પ્રશાંત રાજુભાઇ જાદવ, (૩) વિજય શરણકુમાર કાછવાણી, (૪) ઉર્વીશ રાજુભાઇ જાદવ (તમામ રહે. માધવનગર આજવારોડ) (૫) પીયૂષ રમેશભાઇ વસાવા (રહે. વૈકુંઠ-૨ સોસાયટી ન્યુ વીઆઇપી રોડ વડોદરા), (૬) બલવાનસીંગ સવાસીંગ મેઘવાલ (રહે. નાનારામની ધાણી ભાવઠગરી ગામ તા. સૂરજગઢ જિ. જૂનજૂન રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે ટેમ્પોમાંથી નાસી જનાર આરોપી (૧) શૈલેષ ઉર્ફે બકરો રઘુનાથ મિસ્ત્રી (૨) દારૃ લેનાર કનુ સીંધી (૩) દારૃ લેનાર વિક્રમ ઉર્ફે વિક્કોરાજ (તમામ રહે. માધવનગર આજવારોડ) અને (૪) દારૃ મોકલનાર સંદિપ ચૌધરી (રહે. ગુડગાંવ હરિયાણા)ને વોન્ટેડ  જાહેર કર્યા છે.

(5:23 pm IST)