Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડોદરાના નાગરવાડામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: પચાસ જુગારીઓની રંગેહાથે ધરપકડ

વડોદરા:શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા નવીધરતી ગોલવાડના નાકે સોશિયલ ક્લબ રુબી જીમખાનાના ઓથા હેઠળ ધમધમતા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને જુગાર રમી રહેલા પચાસ જુગારિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધામના સંચાલક અનવર સિંધીને પણ પકડીને કસ્ટડી ભેગો કર્યો હતો. જ્યારે પોલીસના દરોડા પહેલા જ પલાયન થઈ ગયેલા કુખ્યાત સલીમ ગોલાવાલાને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

પોલીસે જુગારધામમાંથી રોકડ રકમ 43 મોબાઈલ ફોન, 16 ટુ-વ્હીલર, 4 કાર અને 1 રિક્શા સહિત કુલ રુપિયા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રુબી જીમખાનાના લાયસન્સનો પાવર પોતાના હાથમાં લઈને અનવર સિંધી જુગાર રમાડતો હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ. અનવર સિંધી જુગારિયાઓને અમદાવાદ, ખેડા, આણંદ, ઠાસરા અને કરજણથી બોલાવતો હતો. બહારગામથી આવતા જુગારિયાઓના વડોદરા આવવા-જવા માટે અનવર તેઓની વ્યવસ્થા પણ કરતો હતો. 

(5:21 pm IST)