Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમદાવાદના ભાટ ગામમાં આર્મીના નિવૃત જવાનને ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડી: બે શખ્સોએ 2 લાખ પચાવી પાડ્યા: પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના ભાટ ગામમાં રહેતા આર્મીના નિવૃત જવાનને ધંધામાં રોકાણ કરશે તો સારો નફો થશે કહીને તેમની સાથે બે લાખની છેતરપિંડી કરનારા બે શખ્સો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે,

આ બનાવની વિગત મુજબ ભાટ ગામમાં નારાયણ એવન્યુમાં રહેતા બિનયકુમાર એસ.યાદવ (૪૦) આર્મીમાંથી રિટાયર્ડ થતા હાલ નિવૃત જીવન ગુજારે છે. ૨૦૧૬માં તેમના ફ્લેટમાં રહેતી એક વ્યક્તિને એપોલો હોસ્પિટલ નજીક તે મુકવા ગયા ત્યારે તેમની ઓળખ સાઉથ બોપલમાં શ્યામવિલા-૨માં રહેતા દિપક ખેમચંદ આહુજા તથા પ્રકાશ ખેમચંદ આહુજા સાથે થઈ હતી.

(5:19 pm IST)