Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં અઢી ઇંચ વરસાદ

સુરત તા.૯ : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન છેલ્લા ર૪ કલાકમાં દક્ષિણ ગુજરાત સાંથે વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ર.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ મોન્સુનની અક્ષીય રેખા રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી જઇ રહી છે એક લો પ્રેશર એરીયા ઉત્તર એમપી સહિતના વિસ્તારો પર સમ્રિય છે. આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સાથે મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પશ્ચિમ તટથી લાગુ ટ્રફ રેખાના કારણે મહારાષ્ટ્રમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મધુબન ડેમમાં ભારે પાણીની આવક થઇ રહી છે. હાલ ર૯ હજાર કયુસેક પાણીની આવક થઇ રી છે. જેના પગલે ૪ દરવાજા ૧.૬૦ મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્રું છ.ે

ઉમરગામમાં ૬૬ મી.મી. કપરાડા-૩૭, ધરમપુર-૦૬, પારડી-૧ર, વાપી-રર, વલસાડ, ૪૭, નવસારી-ર૦ મી.મી. વરસાદ પડયો છે.

જયારે જલાલપોરમાં ૧૬, ગણદેવીમાં ૧૪, સાપુતરા-૪, બારડોલી-રર, ચોર્યાસી-૩૧, કામરેજ-૯, મહુવા-૧૩, માંવી-૪, માંગરોળ-૩પ, ઓલપાડ, -૩૪પ પલસાણા-રર, સુરત સીટી-૧ર, ઉમરપાડા-૧૩ મી.મી.વરસાદ પડયો છે.

(5:08 pm IST)