Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પોલીસ-આરટીઓએ સ્થળ પર વસુલવાના થતા દંડની રકમ ઘટાડાશેઃ કોર્ટનો દંડ યથાવત રહેશે

નવા મોટર વ્હીકલ એકટના અભ્યાસ માટે ગાંધીનગરમાં બેઠકોનો દોર

રાજકોટ, તા. ૯ :  ભારત સરકારે વાહન ચાલકો માટે નવા જાહેર કરેલા મોટર વ્હીકલ એકટના અમલ માટે રાજય સરકારે પરિપત્ર બહાર પાડવાનો થાય છે. નવી જોગવાઇઓનો અમલ કરવામાં આવે તો દેકારો બોલી જાય તેમ હોવાથી રાજય સરકાર તેમાં રાહત આપવાનો રસ્તો શોધી રહી છે. નવા કાયદાના અભ્યાસ માટે અને તેમાં રાજય સરકારની સતા મુજબ છુટછાટ આપવા ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

સરકારના ટોચના સુત્રો એવું જણાવે છે કે પોલીસ અને આર.ટી.ઓ.ના સતાધીશો ટ્રાફિકના નિયમ ભંગ બદલ વાહન ચાલકને પકડે તો તે સ્થળ પર દંડ વસુલી શકે છે. આ પ્રક્રિયાને માંડવાળ દંડ તરીકે ઓળખવામાં આવે છે. જો વાહન ચાલક ગુન્હો કબુલ કરવા તૈયાર ન હોય તો તેણે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી જોગવાઇ છે. કોર્ટમાં ગુન્હો સાબિત  થાય તો તેણે કોર્ટના હુકમ મુજબ દંડ પર ભરવો પડે છે આ દંડની રકમમાં ફેરફાર કરવાની રાજય સરકારને સતા નથી. મોટાભાગના વાહન ચાલકો કોર્ટ કાર્યવાહીના બદલે સ્થળ પર જ દંડ ભરી દેવાનું પસંદ કરે છે. આ માંડવાળ દંડની રકમમાં ફેરફાર કરવાનો રાજય સરકારને અધિકાર છે તેથી સરકાર નવી જોગવાઇ મુજબના દંડની રકમ ઘટાડીને વાહન ચાલકોને રાહત આપવાનું વિચારી રહી છે. હાલ જુની જોગવાઇ જ અમલમાં છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નવા નિયમ મુજબ ગિયરવાળી ગાડી ચપ્પલ કે સ્લીપર પહેરીને ચલાવાવથી અકસ્માતની શકયતા વધી જાય છે. આ ગુન્હામાં રૂ. ૧ હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ગાડી વધુ પડતી ઝડપથી ચલાવવા માટે રૂ. ૧ થી ર હજારનો દંડ થવા પાત્ર  છે. લાયસન્સ વગર વાહન ચલાવવાનો દંડ રૂ. પ૦૦ના બદલે પ૦૦૦ અને હેલ્મેટ વગર વાહન ચલાવવાનો દંડ રૂ. ૧૦૦ના બદલે ૧૦૦૦ કરાયો છે. સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો નવા નિયમ મુજબ રૂ. ૧૦૦ ના બદલે ૧૦૦૦ નો દંડ લાગુ પડી શકે છે. નશો કરીને વાહન ચલાવવા માટે હાલના કાયદા મુજબ રૂ. ર હજાર દંડ થઇ શકે છે. નવા કાયદામાં રૂ. ૧૦ થી ૧પ હજારનો દંડ વસુલવાની જોગવાઇ છે. રાજય સરકાર કઇ જોગવાઇમાં કેટલી રાહત આપે છે તે તો સત્તાવાર જાહેરાત વખતે જ ખ્યાલ આવશે.

(3:47 pm IST)
  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • સંઘે કર્યું અનામતનું સમર્થન : સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે રાજસ્થાનના પુષ્કરમાં સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કહેવાઈ : સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે access_time 1:01 am IST

  • બાબરી કેસમાં કલ્યાણસિંહ વિરુદ્ધ કોર્ટ પહોંચી સીબીઆઈ : રાજ્યપાલપદે કાર્યકાળ પૂરો થયા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા કલ્યાણસિંહ :બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કલ્યાણસિંહને સમન્સ પાઠવવા સીબીઆઈએ લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી access_time 1:03 am IST