Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દેશમાં પ્રથમવાર વડોદરા પોલીસને અનોખી સુવિધા : પેટ્રોલિંગ કરતા કર્મચારીઓને ખભે હશે LED લાઈટ

પોલીસકર્મીઓને કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અનોખી ભેટ આપી

વડોદરા:  શહેરમાં પોલીસને આધુનિક બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે ગણેશોત્સવ દરમિયાન પોલીસકર્મીઓને કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અનોખી ભેટ આપી છે. પેટ્રોલિંગ કરતા કર્મચારીઓનાં ખભા પર LED લાઈટ લગાવવામાં આવી છે. દેશભરમાં પ્રથમ વખત વડોદરા પોલીસને આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.

   ગણેશોત્સવનાં સાતમા દિવસે ગણપતિ 160 જેટલાં પોલીસ કર્મચારીઓની વર્દી પર લાઈટ જોવા મળી. જેને પોલીસ LED સોલર લાઈટ તરીકે ઓખળવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં ઘોડાસવાર પોલીસકર્મીઓ પર LED લાઈટનો ઉપયોગ કરશે. રાત દરમિયાન પેટ્રોલિંગનાં સમયે અંધારામાં પોલીસને દુરથી જ લોકો જોઈ શકે અને મોટી સંખ્યામાં હાજર લોકોની વચ્ચે પોલીસને ઓળખી શકાય જેને લઈને આ નવો અભિગમ શરૂ કરાયો છે.

દેશમાં કદાચ પહેલી વખત વડોદરા પોલીસ પાસે આ પ્રકારની સુવિધા હશે પોતાના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ માટે અને શહેરની જનતા માટે નવો નિભાવનાર પોલીસ કમિશ્નરે પોતાના જ કર્મચારીઓ માટેનો અભિગમ વહેતો મૂક્યો હતો સાતમાં દિવસના જૂનીગઢીના ગણપતિ વિસર્જન ની અંદર ૧૬૦ જેટલા પોલીસ કર્મીઓના સોલ્ડર ઉપર આજે એલીડી લાઇટ જોવા મળી હતી જેને હવે પોલીસ એલીડી સોલર લાઈટ તરીકે ઓળખવામાં આવશે.

(12:24 pm IST)