Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડોદરાના રૂબી જીમખાનામાં ગુજરાતભરમાંથી 'પતાપ્રેમીઓ' બિન્દાસ્ત આવતા

૧પ દિવસ સુધી પોલીસ સતત મથામણ કરેલી સમગ્ર ઓપરેશનને 'કાર્ડ' એવું કોડ નેઇમ આપવામાં આવેલઃ બાતમીદારની લીલીઝંડી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકેલી : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં ચકચારી બનેલ દરોડાની ભીતરની કથા

રાજકોટ, તા., ૯: વડોદરા શહેરમાં રૂબી જીમખાના પર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પ૦ થી વધુ શખ્સોને ૪૦ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવાના ગુજરાતમાં ચકચારી બનેલ આ મામલામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સુચનાથી છેલ્લા ૧પ દિવસથી પોલીસે કોઇને શંકા ન પડે તે રીતે વોચ ગોઠવવા સાથે કેટલાક વિશ્વાસુઓને જીમખાનાની સંપુર્ણ કાર્યપધ્ધતી નિહાળવા મોકલવામાં આવેલ હતા.

ગુજરાતભરમાંથી વડોદરા રૂબી જીમખાનામાં જુગાર રમવા આવતા શખ્સોને મુખ્ય સુત્રધાર સમા અનવર હુસેન ગુલામ હુસેન સીંધી કે જે આ અગાઉ પણ જુગાર રમાડવાના આરોપસર પકડાયેલ છે તેણે  ગુજરાતભરના પતા શોખીનોને એવી ખાત્રી આપી હતી કે 'આ જીમખાનામાં પગ મુકવાની કોઇની હિંમત નથી, મેં કોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે માટે બિન્દાસ્ત રમવા આવો' રાજયભરના જુગારીઓને રૂબી જીમખાનામાં લાવવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા મુખ્ય સુત્રધાર દ્વારા કરવામાં આવી હતી. જુગારીઓને થાક ન લાગે તે માટે સ્પેશ્યલ પ્રકારની રિવોલ્વીંગ ચેર તથા સેન્ટ્રલી એસી રૂમોની વ્યવસ્થા કરી હતી.

પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોતનો આ જીમખાના આસપાસ રહેતા કેટલાક લોકોએ સંપર્ક કરી આ જુગારી જીમખાના કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહયાની રજુઆત કરેલ. લોકોને પડતી મુશ્કેલી ધ્યાને લઇ ક્રાઇમ બ્રાન્ચ સાથે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વિશ્વાસમાં લઇ આખુ ઓપરેશન તૈયાર કરી તેને કોડ નેઇમ કાર્ડ આપવામાં આવેલ. અંતે ૧પ દિવસની જહેમત બાદ વિશ્વાસુ બાતમીદાર દ્વારા લીલીઝંડી મળતા જ પોલીસ ત્રાટકી હતી.

ઉકત કાર્યવાહી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ જેસીપી કેસરીસિંહ ભાટી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયદિપસિંહ જાડેજા, એસીપી ડી.એસ.ચૌહાણ, ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ધડુક, કે.ડી.જાડેજા તથા પીએસઆઇ એસ.આર.મુછાળા તથા ટીમ જોડાઇ હતી. એક આરોપી મહમદ સલીમ ગોલાવાલા હાથ ન આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.

(11:55 am IST)
  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • ભારતીય સેનાએ આતંકીઓથી ભરેલી પાકિસ્તાની પોસ્ટ ફૂંકી મારી : લાશોના ઢગલા : એલઓસી પાસે લિપ વૈલી વિસ્તાર સ્થિત પાકિસ્તાની પોસ્ટ તબાહ : લિપ વૈલી પાસેની પન્ડુ વિસ્તારમાં બનેલી આ પોસ્ટમાંથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાતું હતું અને આતંકીઓને ઘુસાડવા માટે લોન્ચપેડ તરીકે ઉપયોગ થતું હતું : ભારતીય સેનાએ નષ્ટ કરી દેતા અનેક આતંકીઓના મોત access_time 12:57 am IST

  • ભારત સરકાર નું પ્લાનીંગ કમિશન જેને હવે આપણે સૌ નીતી આયોગથી ઓળખીએ છીએ તેમાં ફરજ બજાવતા શ્રી કશીશ મીત્તલ IAS નું ઓચિંતું રાજીનામું access_time 6:37 pm IST