Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ તરીકે વિક્રમનાથ

અલ્લાહાબાદ હાઇકોર્ટના સીનીયર જસ્ટીશ વિક્રમનાથની ગુજરાત HCમાં નિમણુંકઃ આગામી દિવસોમાં ચાર્જ સંભાળશે

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણના પગલે રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇ કોર્ટના સિનિયર મોસ્ટ જસ્ટિસ વિક્રમનાથની નિમણૂક કરી છે. જેઓ આગામી દિવસમાં તેમને ચાર્જ સંભાળશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીની નવેમ્બર-૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક થતાં આ જગ્યા ખાલી હતી.  જેથી ગુજરાત હાઇકોર્ટમાં એકટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત દવે ફરજ બજાવતા હતા.

તા.૨૪-૯-૧૯૬૨માં જન્મેલા વિક્રમનાથની ૧૯૮૭માં એડવોકેટ તરીકે સનદ મેળવીને અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલાત કરતા હતા. તેઓની ૨૪-૯-૨૦૦૪માં અલ્હાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરી હતી. અગાઉ તેમની નિમણૂક આંધ્રપ્રદેશ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઇ હતી. જો કે આ ભલામણ સરકારે ફેરવિચારણા કરવા પરત મોકલી હતી. તમામ પાસાંઓને ધ્યાનમાં લઇને અગાઉની ભલામણને રદ કરીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણુક કરવા ભલામણ કરી હતી.

(11:47 am IST)