Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગુજરાતના ૬૭ ટકા પોલીસ કર્મચારીઓ ગુનાની તપાસ વખતે રાજકીય દબાણનો ભોગ બને છે

જે પોલીસ કર્મચારી તાબે ન થાય તેની કરી દેવાય છે સાઇડલાઇન

નવી દિલ્હી, તા.૯: હાલમાં જ પોલીસકર્મીઓની કામ કરવાની સ્થિતિ અંગેનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. જે મુજબ ગુજરાત પોલીસના ૬૭%કર્મીઓ ગુનાની તપાસ કરતી વખતે રાજકીય દબાણનો ભોગ બને છે. જે પોલીસકર્મીઓ તાબે ના થાય તેમને સાઈડલાઈન કરી દેવાય છે. આ આશ્યર્યજનક આંકડાનો ખુલાસો નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝે (CSCD) તૈયાર કરેલા રિપોર્ટ 'સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા રિપોર્ટ ૨૦૧૯'માં થયો છે. રાજકીય દબાણ વિશે ગુજરાતના પોલીસકર્મીઓએ દ્યણી વખત (૧૮%) અને કયારેક (૪૯%)ની કેટેગરીમાં જવાબ આપ્યો હતો.

આ રિપોર્ટ માટે આ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસકર્મીઓને છેલ્લા ૨-૩ વર્ષનો વર્ક એકસપિરિયન્સ ધ્યાનમાં લેવાનું કહેવાયું હતું અને આ દરમિયાન કેટલીવાર રાજકીય દબાણ આવ્યું હતું તે પણ જણાવવાનું હતું. આખા દેશમાં ૬૫ ટકા પોલીસકર્મીઓએ રાજકીય દબાણ થતું હોવાનું સ્વીકાર્યું છે.

વિવિધ કેસની તપાસ દરમિયાન ગુજરાત પોલીસ પર નરમ વલણ દાખવવાનું કે કડક પગલા લેવાનું રાજકીય દબાણ કરવામાં આવે છે, તે છત્ત્।ીસગઢ, ઉત્ત્।રાખંડ અને ઉત્ત્।રપ્રદેશ જેવા રાજયોની તુલનામાં ઓછું છે. તેમ છતાં પોલીસનું કહેવું છે કે ક્રિમિનલ કેસની તપાસ દરમિયાન સૌથી મોટું નડતર રાજકીય દબાણ હોય છે. રિપોર્ટ મુજબ, જયારે કોઈ ગુનામાં વગદાર વ્યકિત ફસાય ત્યારે નેતાઓ દ્વારા થતું દબાણ વધી જાય છે.

પ્લ્ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ભણાવતા પ્રોફેસર અમિત ધોળકિયાએ કહ્યું, રિસર્ચમાં આવેલા પરિણામો જરાય ચોંકાવનારા નથી કારણકે સંવેદનશીલ કેસોમાં રાજકીય દબાણ દેખીતી દ્યટના છે, પછી એ ગુજરાત હોય કે અન્ય રાજય. જો કે, ગુજરાતના આંકડા ઉત્ત્।ર ભારતના રાજયો કરતાં નીચા છે તે બાબત દિલાસા રૂપ કહી શકાય. વડોદરાના ઈન્સ્પેકટર રેન્કના પોલીસકર્મીએ કહ્યું, અમારે દબાણને વશ થવું જ પડે છે પછી ભલે તપાસમાં ગોટાળા કેમ ના થાય. કારણકે સાઈડ-લાઈન પોસ્ટિંગ કોઈને પસંદ નથી હોતું. બીજો એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે, ગુજરાત પોલીસના ૯૯ ટકા કર્મીઓ માને છે કે, આરોપીઓ પાસે કબૂલાત કરાવવા તેમની સાથે થતી હિંસાને વાજબી ગણાવી.

(11:34 am IST)