Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરતના નકલી સ્ટેમ્પ પેપરનું કૌભાંડનો પર્દાફાશ: બે આરોપીઓની ધરપકડ

100 રૂપિયા વાળા 10,000 સ્ટેમ્પ પેપેર મળ્યા : પુણા પોલીસે બંનેને દબોચી લીધા

સુરતમાં નકલી સ્ટેમ્પ પેપર સાથે સુરત પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે તેમની પાસેથી સો રૂપિયાના 10,000 સ્ટેમ્પ નકલી મળી આવ્યા હતા. હાલ તો સુરત પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આરોપીનો ક્યાં ક્યાં નેટવર્ક ચાલે છે તે દિશામાં તપાસ આરંભી છે.

સુરસુરત શહેરમાં નકલી સ્ટેમ્પ પેપર નો પણ સુરત પોલીસે પર્દાફાસ કર્યો છે. સુરતના પુણા પોલીસે બંને આરોપી મનોજ કાંતિભાઈ ઘનજીભાઈ નારોલા અને હરેશ ભાઈ કનુભાઈ ભવાન ગજેરાની ધરપકડ કરી છે.

બંને એ સુરત શહેર સહિત અન્ય રાજ્યોમાં નકલી સ્ટેમ્પ પેપર બનાવી અને વેપલો કરતા હતા. પરંતુ આ વાતની બાતમી સુરતના પુણા પોલીસ ને મળતા પુણા પોલીસે બંને આરોપીને દબોચી લીધા હતા. આ બંને આરોપીઓ પાસેથી સો રૂપિયાના દર ના 10,000 સ્ટેમ્પ મળી આવ્યા છે તે પણ નકલી એટલે જ કહેવાય છે કે આ પકડાયેલા આરોપી નકલી સ્ટેમ્પ પેપર નો વેપલો કરી લાખો રૂપિયા કમાતા હતા. પરંતુ સુરત પોલીસે આખરે નકલી સ્ટેમ્પ પેપર નો વેપલા ના પર્દાફાસ કર્યો છે અને હાલ બંને આરોપી જેલના પાંજરે બંધ છે.

   પકડાયેલ બંને આરોપી માંથી એક આરોપી વડોદરા ગામ ખાતે રહેતો હતો જ્યારે બીજો આરોપી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના દામનગર ગામ ખાતે રહેતો હતો. બંને આરોપીઓ સાથે મળી અને સુરત શહેર અને અન્ય રાજ્યોમાં પણ નકલી સ્ટેમ્પ પેપર બનાવી અને વેપલો કરતા હતા પરંતુ આખરે આ બંને આરોપીઓ સુરત પોલીસના સકંજામાં આવી ગયા છે. હાલ તો પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આ નકલી સ્ટેમ્પ પેપરમાં કોણ કોણ સંડોવાયેલો છે અને આ નેટવર્ક કયા કયા શહેરમાં ફેલાયું છે.? તે દિશામાં સુરત પોલીસ પૂછપરછ હાથ ધરી રહી છે

(7:46 pm IST)