Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિરમગામના વલાણા ગામ પાસેના તળાવમા ડૂબી જવાથી માતા-પુત્રીનું કરૂણમોત

કપડાં ધોવા માતા સાથે ગયેલ આઠ વર્ષની પુત્રી ડૂબતા બચાવવા જતા માતા પણ મોતને ભેટ્યા

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વલાણા ગામ પાસેના તળાવમા રવિવારે માતા-પુત્રીનું ડુબી જવાથી મોત થયું હતું. તળાવમાં કપડા ઘોવા માતા સાથે ગયેલ આશરે 8 વર્ષ ની બાળકી તળાવ મા ડુબતા પુત્રીને બચાવવા જતા માતા પણ તળાવમા ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંનેને 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પુત્રી અને માતાને મૃત જાહેર કર્યા હતા.

 મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો શ્રમિક પરિવાર વલાણા ગામમાં ખેતી કરતો હતો તેમ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આવેલા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

(7:53 pm IST)