Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ ચાર લોકો ડૂબ્યા

બે સગીર અને એક યુવાનને ડૂબતા બચાવવા જતા આધેડ પણ ડૂબ્યા : પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ ચાર લોકો ડૂબ્યા છે આ ઘટનાની જાણ થતા પ્રતિજ  ફાયર ફાયટર તેમજ હિંમતનગરના ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજના સાદોલીયા પાસે આવેલ સાબરમતી નદીમાં રવિવારના રોજ સાંજના સમયે ગણેશ વિસર્જનને લઇને ગણેશની મૂર્તિ લઈને હિંમતનગરના ગઢોડા ગામેથી મૂર્તિ વિસર્જન માટે આવ્યા હતાં. જે દરમ્યાન ત્રણ યુવાન પાણી માં ડુબતા એક આધેડ બચાવવા જતાં તે પણ સાથે ડુબતા પાણી ગરકાવ થયો હતો. તો આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર ટીમને કરાતા પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં શોધખોળ હાથધરી હતી.

પણ બે કલાકની જહેમત બાદ પણ કોઇ મળી આવ્યાં ન હતાં. તો હિંમતનગર ફાયર ટીમ પણ ધટના સ્થળે દોડી આવી શોધખોળ હાથધરી છે. ડૂબી ગયેલામાં  ગાડાભાઈ રાવળ જત્રાલ ( ઉંમર- 55) ) સંજયભાઈ બાબુભાઇ પટેલ ગોધરા (ઉમર- 17 )  સૂરજ પ્રકાશભાઈ પટેલ ગડોળા( ઉમર- 15) અને  અજયભાઈ ઈશ્વરભાઈ રાવળ ચરાડા  ( ઉમર- 22) નો સમાવેશ થાય છે

(8:39 am IST)