Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગુજરાત ફિટ ઇન્ડિયા સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ : વિજય રૂપાણી

ખેલ મહાકુંભ ૨૦૧૯નો વિધિવત શુભારંભ કરાયો : ફિટનેસ માત્ર શબ્દ નહીં પરંતુ સ્વસ્થ જીવનની કડી બને તે ખુબ જરૂરી છે : રમત-ગમતને જનજન સુધી પહોંચાડાશે

અમદાવાદ,તા.૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ ૨૦૧૯ નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી નું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે  ગુજરાત પ્રધામંત્રીએ કરેલા ફીટ ઈન્ડિયાના સંકલ્પ માં અગ્રેસર રહેશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ફિટનેસ માત્ર શબ્દ નહિ પરંતુ સ્વસ્થ જીવનની કેડી બને  એવા આ કાર્યક્રમ માં ગુજરાતે  માત્ર એક દિવસ યોગ દિવસ નહિ પરંતુ યોગ બોર્ડ દ્વારા ૩૬૫ દિવસ યોગ અભ્યાસ અને ખેલ મહાકુંભ દ્વારા રમતગમત ને જન જન સુધી પહોંચાડવા ના આયોજન કર્યા છે. વિજય રૂપાણી એ જણાવ્યું કે ગુજરાત વિકાસ ના હરેક ક્ષેત્રો સામાજિક સેવા  ઇન્ફ્રા સ્ટ્રકચર આરોગ્ય કે રમત ગમત ક્યાંય પાછળ ન રહે તેવી નેમ સાથે  તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ ખેલ મહાકુંભ ની શરૂઆત કરાવી હતી. આજે ૧૦માં ખેલમહાકુંભ માં ૪૬લાખ રમત પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવીને વિક્રમ સર્જ્યો છે  ખેલ મહાકુંભ ને જીવંત બનાવ્યો છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

        મુખ્મંત્રીએ કહ્યું કે રાજ્યના હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ગુજરાત નું નામ રોશન કરે તેવી સઘન તાલીમ ઇનામો અને પ્રોત્સાહન સરકાર આપે છે.૧.૬૦  લાખ ખેલાડીઓને આવા ૪૦ કરોડ થી વધુ ના ઇનામો આપ્યા છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં રમત ગમતની અદ્યતન પદ્ધતિસરની તાલીમ અને રિસર્ચ માટે  સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી  તેમજ જિલ્લા કક્ષાએ  સ્પોર્ટ્સ સ્કુલ અને એકેડમી સ્થાપિત કરી છે. શકિતદુત યોજના અંગે તેમણે કહ્યું કે આ યોજના અન્વયે પ્રતિભાવંત યુવા ખેલાડીઓ ને પ્રશિક્ષણ સહાય આપીને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પ્રેરણા આપવામાં આવે છે. આ યોજના ને પરિણામે ગુજરાત ના ખેલાડીઓ ૩૩૭ ગોલ્ડ સહિત ૬૯૩ મેડલ્સ જીતી લાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી. વિજય રૂપાણીએ સંસ્કાર ધામ ની આ નવિન સ્પોર્ટ્સ એકેડમી બાળકો ને વિશ્વ કક્ષાની રમતો માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી એ ફૂટબોલ અને આર્ચરી ની રમત સ્પર્ધાઓ ની શરૂઆત કરાવી ખેલ મહાકુંભ ૨૦૧૯ ને ખુલ્લો મૂક્યો હતો.

(9:45 pm IST)