Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વાઘેથા ગામની 20 બહેનો રોજ 250 રૂપિયાની રાખડી જાતે બનાવી હજારો રાખડીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બની

રક્ષાબંધન પર્વે વાઘેથા ગામની બેહેનોનો રાખડીનો વ્યવસાય વધ્યો : ગુરુનાનક ફાઉન્ડેશન દ્વારા અપાઈ હતી તાલીમ: વાઘેથા ગામની 20 જેટલી બહેનો રોજની 200 થી 250 રૂપિયાની રાખડી જાતે બનાવી હજારો રાખડીનું ઉત્પાદન કરી રહી છે.

(ભરત શાહ દ્વારા) : રક્ષાબંધન આવી એટલે ગામેગામ રાખડીઓ ના સ્ટોલ લાગી ગયા,દુકાનોમાં અવનવી રાખડીઓ લટકાવી દેવામાં આવી છે ત્યારે રાખાડીઓના વ્યવસાય અને ઉત્પાદન થકી લાખો લોકોને આર્થિક મદદ મળી રહે છે જેમાં રાજપીપલા ખાતે 16 વર્ષથી સેવાકીય કાર્ય કરતા ગુરુનાનક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ગુરુમિત કૌર દ્વારા સ્થાનિક આદિવાસી બહેનોને રાખડીની તાલીમ આપી તેમની પાસે રાખડી બનાવડાવે છે. અને જે રાખડી પોતાના ઘરે સ્ટોલ બનાવી વેચાણ કરે છે. આમ વાઘેથા ગામની બહેનો રોજના 200 થી 250 રૂપિયાની રાખડીઓ બનાવી આપે છે અને જો કોઈ સ્ટોલ ગામડામાં ખોલવાની ઈચ્છા વ્યક્ત કરે તો તે મહિલાઓને આ ગુરુનાનક ફાઉન્ડેશન પોતાના ખર્ચે મદદ કરે છે.
આ બાબતે ગુરુનાનક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગુરમીત કૌરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વેસ્ટ માંથી બેસ્ટ અને લોકલ ફોર વોકલ ને પ્રોત્સાહિત કરે છે ત્યારે  નાબાર્ડના મદદ થી મેં રાખી તાલીમ કરી વાઘેથા ગામની 20 બહેનોને રાખડી બનાવવા ની તાલીમ આપી તૈયાર કરી છે.હવે તેમને રો મટીરીયલ આપું છું તો 200 થી 250 રૂપિયાની રાખાડી રોજની તેઓ બનાવી પોતાની રોજગારી ઉભી કરે છે. સરકારે જેમ રાખી મેલા શરૂ કર્યા હતા તે પ્રમાણે રાખી મેળાનું આયોજન કરે અથવા આદિવાસી મહિલાઓ પાસે રાખડી નું ઉત્પાદન ખુબ કરે છે આ રાખડી વેચાય અથવા સરકાર વેચવામાં કોઈ મદદ કરે એ જરૂરી બન્યું છે. અમારાથી જે થાય તે મદદ કરીએ છે પણ સરકાર ની મદદ મળે તો ઘણું સારું કહેવાય.

(11:41 pm IST)